ગણતરીની પળોમાં પ્રિયંકાએ મારી પલટી, પહેલા કહ્યું, પોલીસે મારું ગળું દબાવ્યું અને હવે ફેરવી તોળ્યું
કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બે દિવસના લખનઉ પ્રવાસ અગાઉ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતાં.
Trending Photos
લખનઉ: કોંગ્રેસ (Congress) મહાસચિવ પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) બે દિવસના લખનઉ પ્રવાસ અગાઉ શનિવારે સાંજે પૂર્વ આઈપીએસ એસઆર દારાપુરીના પરિવારજનોને મળવા માટે પહોંચ્યા હતાં. રસ્તામાં થોડીવાર માટે પોલીસે પ્રિયંકાના કાફલાને રોક્યો હતો. પ્રિયંકાએ આરોપ લગાવ્યો હતો કે લખનઉ પોલીસે તેમનું ગળું દબાવ્યું અને ધક્કો મારીને પાડ્યાં. આ નિવેદન આપ્યાની ગણતરીની પળોમાં પ્રિયંકાએ પલટી મારી. પ્રિયંકા ગાંધી સાથે થયેલી ગેરવર્તણૂંક મામલે રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ પાસે પણ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) એ કહ્યું કે "હું દારાપુરીના ફેમિલીને મળવા માટે જઈ રહી હતી પોલીસે વારંવાર રોકી, જ્યારે ગાડીને રોકી અને મેં પગપાળા જવાની કોશિશ કરી તો મને ઘેરીને રોકી અને મારા ગળા પર હાથ લગાવ્યો, મને પાડી પણ ખરા."
ભાજપે ગણાવ્યું નાટક
આ અગાઉ ગળા દબાવવાના નિવેદનને પ્રિયંકા ગાંધીનું નાટક ગણાવ્યું હતું. યુપીના કેબિનેટ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે આ અંગે ટ્વીટ કરીને કોંગ્રેસ મહાસચિવની ટીકા કરી. આ બાજુ કોંગ્રેસે યુપી સરકારને બરખાસ્ત કરીને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માગણી કરી.
એસએસપી બોલ્યા આરોપ ખોટા છે
આ બાજુ ગળું દબાવવાની ઘટનાને લઈને લખનઉના એસએસપી કલાનિધિ નૈથાનીએ કહ્યું કે આરોપો સંપૂર્ણ રીતે ખોટા છે. આ અંગે સીઓ એમસીઆર ડો.અર્ચના સિંહે રિપોર્ટ આપ્યો છે. સીઓ અર્ચના સિંહ પ્રિયંકા ગાંધીની ફ્લીટના પ્રભારી હતાં. રિપોર્ટમાં કહેવાયું છે કે પ્રિયંકા ગાંધી પાર્ટી ઓફિસથી ગોખલે માર્ગ માટે નીકળ્યા હતાં. તેમની ફ્લીટ નક્કી રસ્તે ન જતા લોહિયા પથ તરફ જવા લાગી. જ્યારે વાતચીત કરવામાં આવી તો કોઈ યોગ્ય જવાબ મળ્યો નહીં. બાકી આરોપો ખોટા છે.
Congress General Secretary for UP (East) Priyanka Gandhi Vadra: Main Darapuri ji ki family se milne ja rahi thi. Police ne bar bar roka. Jab gadi ko roka aur maine paidal jane ki koshish ki toh mujhe gher ke roka aur mera gale pe haath lagaya, mujhe gira bhi diya ekbar. pic.twitter.com/TyIqnrKkln
— ANI UP (@ANINewsUP) December 28, 2019
બહેન પણ જૂઠ્ઠાણાની ચેમ્પિયન બની ગઈ
પ્રિયંકા દ્વારા લખનઉ પોલીસ પર લગાવવામાં આવેલા આરોપો બાદ ઉત્તર પ્રદેશની યોગી સરકારના પ્રવક્તા શ્રીકાંક શર્માએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે કાયદો તોડવો અને તોફાનીઓનો સાથ આપવો, અરાજકતા ફેલાવવી તથા ખોટું બોલવું એ કોંગ્રેસની સંસ્કૃતિ થઈ ગઈ છે. પ્રિયંકાની હાજરીમાં કોંગ્રેસી ગુંડાઓએ મહિલા પોલીસ અધિકારી સાથે ગેરવર્તણૂંક કરી. કોંગ્રેસને શાંત પ્રદેશ ગમતો નથી. અત્યાર સુધી તો ભાઈ જ ખોટું બોલતો હતો અને હવે બહેન પણ જૂઠ્ઠાણાની ચેમ્પિયન થઈ ગઈ છે.
જુઓ LIVE TV
શું છે સમગ્ર મામલો?
અત્રે જણાવવાનું કે નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં થયેલી હિંસા ભડકાવવા તથા અન્ય આરોપમાં પોલીસે પૂર્વ આઈપીએસ એસ.આર.દારાપુરી, સોશિયલ એક્ટિવિસ્ટ તથા કોંગ્રેસ પ્રવક્તા સદફ ઝફરની ધરપકડ કરી હતી. એસઆર દારાપુરી અને સદફ ઝફરના ફેમિલીને મળવા જઈ રહેલા પ્રિયંકા ગાંધીને રસ્તામાં જ પોલીસે રોક્યાં. જેના પર પ્રિયંકાએ કહ્યું કે અમને રોડ પર રોકવાનો કોઈ અર્થ નથી. આ મામલો એસપીજીનો નથી પરંતુ ઉત્તર પ્રદેશ પોલીસનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે